Fuel Rates: સતત બીજા દિવસે વધ્યા ડીઝલના ભાવ, જાણો આજના રેટ

ઈંધણ કંપનીઓએ આજે (27 સપ્ટેમ્બર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે (27 સપ્ટેમ્બર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ડીઝલ સતત બીજા દિવસો મોંઘુ થયુ છે જ્યારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલના ભાવ સ્થિર છે. ઈંધણ કંપનીઓના લેટેસ્ટ અપડેટ મુજબ ડીઝલના ભાવોમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકૉર્ડ સ્તરે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.62 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.80 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.90 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 107.81 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.26 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.32 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.94 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.08 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.42 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.35 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.90 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.50 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.24 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.46 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

70 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ ડીઝલ

દેશભરમાં છેલ્લા 4 દિવસમાં ડીઝલના ભાવમાં 3 વાર વધારો થવા સાથે કિંમત 70 પૈસા પ્રતિ લિટર વધી ગઈ છે. ભારતીય ઈંધણ કંપનીઓએ હાલમાં જ 24 સપ્ટેમ્બરે 20 પૈસા જ્યારે 26 સપ્ટેમ્બરે 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. વળી, આજે સતત બીજા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે ફરીથી ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ રીતે ડીઝલ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 70 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ચૂક્યુ છે. જો કે પેટ્રોલના રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X