Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો આજના લેટેસ્ટ રેટ
આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો લેટેસ્ટ રેટ.
નવી દિલ્લીઃ આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે સતત સોળમાં દિવસે બંને ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 સપ્ટેમ્બરે બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હજુ પણ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર જ વેચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.96 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.62 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 88.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.19 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.84 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.49 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.55 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 97.76 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.69 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.
19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર
ઉલ્લેખનીય છે કે હાલમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો પરંતુ જે રીતે મે-જૂનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા તેના કારણે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર કરી ગયા છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને આના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
