Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના 1 લિટરના ભાવ જાણવા અહીં ક્લિક કરો
આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો લેટેસ્ટ રેટ.
નવી દિલ્લીઃ આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે સતત અઢારમાં દિવસે બંને ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 સપ્ટેમ્બરે બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હજુ પણ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર જ વેચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.96 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.62 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 88.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.19 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.84 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.49 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.55 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 97.76 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.69 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.
19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર
ઉલ્લેખનીય છે કે હાલમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો પરંતુ જે રીતે મે-જૂનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા તેના કારણે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર કરી ગયા છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને આના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
