For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી કરાયો વધારો, જાણો તમારા શહેરના રેટ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાનો સિલસિલો સતત ચાલુ જ છે. સરકારી ઈંધણ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે 05 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા 20 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 15 દિવસમાં 13મી વાર પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ આસપાસ આવી ગયો છે પરંતુ ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવાં વધારો ચાલુ જ છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 104.61 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 119.67 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 114.28 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.09 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 95.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 103.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.02 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.18 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં વધારો 22 માર્ચે શરુ થયો હતો. આ દરમિયાન 24 માર્ચ અને 1 એપ્રિલને છોડીને રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. 15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 12 વાર એટલે કે ક્રમશઃ 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40 અને 80 પૈસાનો વધારો થયો છે. આ રીતે પેટ્રોલ 9 રુપિયા અને 20 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ચૂક્યુ છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices again hike on 05 April, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X