Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે પણ વધ્યા, 16 દિવસમાં 10 રૂપિયા મોંઘુ થયુ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાનો સિલસિલો સતત ચાલુ જ છે. સરકારી ઈંધણ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે 06 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા લગભગ બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 16 દિવસમાં 14મી વાર પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ આસપાસ આવી ગયો છે પરંતુ ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ચાલુ જ છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 105.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 120.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 115.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 96.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.77 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.85 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં વધારો 22 માર્ચે શરુ થયો હતો. આ દરમિયાન 24 માર્ચ અને 1 એપ્રિલને છોડીને રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. 16 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 14મી વાર એટલે કે ક્રમશઃ 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 અને 80 પૈસાનો વધારો થયો છે. આ રીતે પેટ્રોલ 16 દિવસમાં 10 રુપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ચૂક્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X