Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ દિવસમાં ચોથી વાર કરાયો વધારો, જાણો તમારા શહેરના રેટ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે શનિવારે, 26 માર્ચે ફરીથી વધારો કર્યો છે. દેશમાં ઈંધણના ભાવ આકાશને આંબી રહ્યા છે. આ સપ્તાહના પાંચ દિવસમાં ચોથી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ રીતે પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 3.20 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બર મહિના બાદથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા. ત્યારબાદ મંગળવારથી ઈંધણના ભાવમાં વધારો શરુ થયો. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 97.75 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 98.61 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 113.35 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 108.02 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 104.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 103.11 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 110.91 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 91.84 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 97.55 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 93.01 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.47 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.37 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.24 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશભરમાં 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ 23 માર્ચે પણ બંને ઈંધણની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, 25 અને 26 માર્ચે પણ ઈંધણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X