For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: 'દશેરા' પર પણ રાહત નહિ, ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, દિલ્લીમાં 105ને પાર

દશેરા'ના પવિત્ર તહેવાર પર પણ સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. જાણો લેટેસ્ટ કિંમત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 'દશેરા'ના પવિત્ર તહેવાર પર પણ સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. શુક્રવારે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. પેટ્રોલમાં આજે 35 પૈસા અને ડીઝલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલમાં કાલે 34થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વળી, ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો થયો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને સતત થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને હેરાન કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 105.14 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 111.09 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.10 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 105.76 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 108.80 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 108.44 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 102.15 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 100.86 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 101.37 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 94.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 96.98 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 99.63 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.43 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 103.03 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 94.31 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. આ મહિનામાં 4,12 અને આજે 13 ઓક્ટોબરને છોડીને અન્ય બધા દિવસોએ ઈંધણ મોંઘુ થયુ છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices increased on 15th October, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X