• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: બ્રેંટ ક્રૂડના ભાવમાં વધ-ઘટ યથાવત, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશમાં ચાર મહાનગરો સહિત દેશના લગભગ બધા રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધ-ઘટ રહી છે, બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 94.83 ડૉલર પર પહોંચી ગઈ છે પરંતુ તેમ છતાં દેશમાં ઈંધણની કિંમતમાં વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને હનુમાનગઢમાં છે. જ્યાં એક લિટર પેટ્રોલનો દર અનુક્રમે રૂ. 113.48 અને રૂ. 112.54 છે. એક લિટર ડીઝલની કિંમત અનુક્રમે રૂ. 98.24 અને રૂ. 97.39 છે. જ્યારે દેશમાં સૌથી સસ્તુ પેટ્રોલ આંદામાન અને નિકોબારમાં છે, જ્યાં તેની કિંમત 84.10 રૂપિયા છે. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

English summary
Fuel Rates: Petrol and diesel prices on 02 November, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X