For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, અમુક જગ્યાએ સસ્તુ તો અમુક સ્થળોએ થયુ મોંઘુ

|
Google Oneindia Gujarati News

Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84.86 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ 80.92 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ક્રૂડના ભાવ વધતા અમુક શહેરોમાં ઈંધણની કિંમતો ઘટી છે, જ્યારે અમુક જગ્યાએ વધારો જોવા મળ્યો છે.

petrol

યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં આજે પેટ્રોલ અને ડીઝલમાં 18 પૈસાનો ઘટાડો થયો છે. બિહારની રાજધાની પટનામાં આજે પેટ્રોલ 38 પૈસા અને ડીઝલ 35 પૈસા મોંઘુ થયુ છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

Karnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણીKarnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણી

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

Surya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસરSurya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસર

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.73 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.

તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices on 19 April, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X