For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Petrol-Diesel Price: નોઈડામાં મોંઘુ અને ગાઝિયાબાદમાં સસ્તુ થયુ પેટ્રોલ, જાણો તમારા શહેરના રેટ

|
Google Oneindia Gujarati News

Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મોટા ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 82.81 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ 78.80 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ક્રૂડના ભાવ ઘટડા અમુક શહેરોમાં ઈંધણની કિંમતો ઘટી છે, જ્યારે અમુક જગ્યાએ વધારો જોવા મળ્યો છે.

petrol

યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં આજે પેટ્રોલ અને ડીઝલમાં 33 અને 32 પૈસાનો વધારો થયો છે. ગાઝિયાબાદમાં આજે પેટ્રોલ 32 પૈસા અને ડીઝલ 30 પૈસા સસ્તુ થયુ છે. લખનઉમાં પેટ્રોલ અને ડીઝલમાં ક્રમશઃ 14 અને 12 પૈસાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

Weather Update: દિલ્લીમાં વરસાદની સંભાવના, આ રાજ્યોમાં લૂ માટે IMDની ચેતવણીWeather Update: દિલ્લીમાં વરસાદની સંભાવના, આ રાજ્યોમાં લૂ માટે IMDની ચેતવણી

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

PBKS vs RCB: મોહાલીમાં પંજાબ-આરસીબીની મેચમાં વરસાદ થશે? જાણો પિચ રિપોર્ટ અને મોસમના હાલPBKS vs RCB: મોહાલીમાં પંજાબ-આરસીબીની મેચમાં વરસાદ થશે? જાણો પિચ રિપોર્ટ અને મોસમના હાલ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.73 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

Surya Grahan 2023: શરુ થઈ ગયુ સૂર્યગ્રહણ, નેગેટીવ પ્રભાવથી બચવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાયSurya Grahan 2023: શરુ થઈ ગયુ સૂર્યગ્રહણ, નેગેટીવ પ્રભાવથી બચવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાય

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.

તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices on 20 April, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X