Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં થયો વધારો, જાણો ઈંધણની કિંમતમાં શું થઈ અસર
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ ઈંધણના ભાવ સ્થિર છે. લગભગ આઠ મહિનાથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, અમુક શહેરોમાં ઈંધણના ભાવમાં ફેરફાર થયો છે. પરંતુ આજે નોઈડામાં પેટ્રોલના ભાવમાં 41 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે. વળી, ગુરુગ્રામમાં આજે પેટ્રોલ અને ડીઝલમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. જયપુરમાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તુ થયુ છે. પટનામાં આજે પેટ્રોલ 35 પૈસા અને ડીઝલ 32 પૈસા સસ્તુ થયુ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ચડાવ-ઉતાર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો દર બેરલ દીઠ 82.21 પ્રતિ ડૉલર અને ડબ્લ્યુટીઆઈ પણ 75.65 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.73 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
