For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે વધ્યા કે નહિ, જાણો તમારા શહેરના રેટ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરી દીધા છે. આજે એટલે કે એક એપ્રિલે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના રેટ્સમાં સતત વધારો થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 22 માર્ચથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જો કે, ત્યારબાદ કિંમતો થોડી ઓછી થઈ પરંતુ હજુ પણ ઘણી વધુ છે. રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 101.81 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 116.72 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 111.35 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 107.45 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 93.07 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 100.94 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 96.22 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 97.52 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશભરમાં 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ 23 માર્ચે પણ બંને ઈંધણની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, 25, 26, 27, 28, 29, 30 અને 31 માર્ચે પણ ઈંધણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.

English summary
Fuel Rates: Petrol and diesel prices remain unchanged on 01 April, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X