Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ વધ્યા છે નહિ, જાણો તમારા શહેરમાં રેટ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.
નવી દિલ્લીઃ ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ આજે (06 મે, 2022)ના રોજ સતત એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી જેના કારણે લોકોને થોડી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બજારમાં ગયા ગુરુવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જો કે, 22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે. આ પહેલા 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 105.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 120.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 115.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 96.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.77 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.85 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
ઈંધણ કંપનીઓએ 19 દિવસમાં 14 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા. ત્યારબાદ દિલ્લીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ ક્રમશઃ 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 અને 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ. જ્યારે 7 એપ્રિલથી 06 મે સુધી સતત 30 દિવસથી કિંમતો સ્થિર છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
