Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, જાણો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળા વચ્ચે રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. ઈંધણ કંપનીઓએ 7 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો નથી. ક્રૂડ ઓઈલ મોંઘુ થયા બાદ પણ ભારતીય ઈંધણ કંપનીઓએ આજે સોમવાર એટલે કે 9 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. માનવામાં આવી રહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ 113.46 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયુ છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 105.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 120.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 115.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 96.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.77 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.85 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઈંધણ કંપનીઓએ 19 દિવસમાં 14 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા. ત્યારબાદ દિલ્લીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ ક્રમશઃ 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 અને 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ. જ્યારે 7 એપ્રિલથી 09 મે સુધી લગભગ 1 મહિનાથી કિંમતો સ્થિર છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X