Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ થયા જાહેર, જાણો તમારા શહેરની કિંમત

ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. જાણો લેટેસ્ટ રેટ.

નવી દિલ્લીઃ ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. આજે સોમવારે(29 નવેમ્બર) સતત 25માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિવાળી બાદથી સતત ઈંધણ કંપનીઓઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. તમને જણાવી દઈએ કે દિવાળીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ મોટાભાગના રાજ્યોએ પોતાને ત્યાં વેટ ઘટાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 103.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બેંકમારિક બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમતો નવેમ્બર મહિનામાં લગભગ 80થી 82 ડૉલર પ્રતિ બેરલ વચ્ચે રહી છે પરંતુ ગયા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવ લગભગ ચાર ડૉલર પ્રતિ બેરલ ઘટી ગયા. આ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજે સતત 25માં દિવસે સ્થિર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X