Fuel Rates: પેટ્રોલ અન ડીઝલના ભાવ આસમાને, જાણો આજની કિંમત

બુધવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો આજના રેટ.

નવી દિલ્લીઃ બુધવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મંગળવારે 22 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે વધારો કર્યો હતો. પેટ્રોલના ભાવમાં 20થી 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 50 પૈસાથી 53 પૈસાનો વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.39 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.47 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.15 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.87 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.87 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.25 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.90 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.35 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.48 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.21 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.17 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.67 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.53 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.90 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.80 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.45 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.06 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતો રેકૉર્ડ સ્તરે છે. ઈંધણ ત્રણ વર્ષમાં પહેલી વાર 80 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. આની અસર ભારતીય બજાર પણ દેખાઈ રહી છે. ચાર મહાનગરોની તુલનામાં મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X