Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજે તમારા શહેરમાં શું છે રેટ

ઈંધણ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. જાણો રેટ.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈંધણ કંપનીઓએ છેલ્લા લગભગ એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત ઘટાડો ચાલુ છે. આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 112 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા સાથે ભારતીય બજારમાં વાહન ઈંધણની કિંમતોમા રાહત છે. એક્સપર્ટસનુ માનવુ છે કે જો ઘટાડો ચાલુ રહ્યો તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X