For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસના ભાવ પ્રતિ યુનિટ 10 ડૉલર હોવા જોઇએ : રિલાયન્સ

|
Google Oneindia Gujarati News

ril-logo
નવી દિલ્હી, 187 નવેમ્બર : પ્રાકૃતિક ગેસ માટે બજાર આધારિત મૂલ્ય પર ભાર મૂકતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ કહ્યું છે કે તેને એક મોટો ગેસ ભંડાર મળ્યો છે, પણ તેના વિકાસ અને ઉત્પાદન માટે 10 ડૉલર પ્રતિ એકમથી વધારે મૂલ્યની જરૂર છે.

રંગરાજન સમિતીને મોકલેકા 18 પૃષ્ઠના પત્રમાં આરઆઇએલએ જણાવ્યું છે કે બજાર આધારિત મૂલ્યથી તેને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ સ્થાનિક સંસાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન મળી શકે છે. આ સંસાધનો નાના પૂલોમાં હોઇ શકે છે અથવા ઊંડા સમુદ્રમાં મળી શકે છે. તકનીકી દ્રષ્ટિએ આ ભંડાર સુધી પહોંચવું ભારે મુશ્કેલ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે આરઆઇએલ અને બીપીની પાસે તાજેતરમાં શોધવામાં આવેવો 5,500 અરબ ઘન મીટર ગેસનો જથ્થો છે. આ જથ્થો મેળવવા માટે મોટી મૂડીની જરૂર છે. આમાના મોટા ભાગના સંશોધન માટે 10 ડૉલર પ્રતિ એમબીટીયુથી વધારે બજાર મૂલ્યની જરૂર છે.

બંગાળની ખાડીમાં ઉત્પાદિત ગેસ માટે હાલ તેને 4.2 ડૉલર પ્રતિ એમએમબીટીયુનું મૂલ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે. તે કેયર્ન ઇન્ડિયાને તેની પાસે આવેલા રાવા સેટેલાઇટ વિસ્તાર અને બ્રિટનના બીજી સમુહ દ્વારા સંચાલિત પન્ના-મુક્તા તથા તાપ્તિ વિસ્તારોમાંથી મળતા મૂલ્ય કરતા ઓછી છે.

અનેક સમસ્યાઓને કારણે કેજી-ડી6 ક્ષેત્રના ઉત્પાદનમાં ભારે ઘટાડો આવ્યો છે. કંપનીનો તર્ક છે કે ઉત્પાદનને વધારવા માટે ઘણા વધારે રોકાણની જરૂર છે.

English summary
Gas prices must be $ 10 per unit: Reliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X