For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા ગૌતમ અદાણી, જાણો કેટલી થઈ સંપત્તિ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સના તાજેતરના આંકડા મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હવે $137 બિલિયન છે. ગૌતમ અદાણી એલન મસ્ક અને જેફ બેઝોસ પછી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના ચીફ એલન મસ્કની કુલ સંપત્તિ $251 બિલિયન છે જ્યારે એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની નેટવર્થ $153 બિલિયન છે.

લૂઈસ વિટ્ટનના માલિકને પાછળ છોડ્યા

લૂઈસ વિટ્ટનના માલિકને પાછળ છોડ્યા

ગૌતમ અદાણીએ LVMH મોએટ હેનેસી લુઈસ વિટ્ટનને પાછળ છોડી દીધા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ એશિયન વ્યક્તિએ વિશ્વના ત્રણ સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. આ યાદીમાં ગૌતમ અદાણી ઉપરાંત ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, ચીની ઉદ્યોગપતિ જેક મા પણ સામેલ છે. નોંધનીય છે કે ગૌતમ અદાણી અદાણી ગ્રુપના સહ-સ્થાપક છે, જે દેશની સૌથી મોટી પોર્ટ ઑપરેટર કંપની છે.

એનડીટીવીને લઈને હતા ચર્ચામાં

એનડીટીવીને લઈને હતા ચર્ચામાં

ગૌતમ અદાણી દેશની સૌથી મોટી કોલસા ટ્રેડિંગ કંપનીના માલિક છે. ગયા વર્ષે 31 માર્ચ 2021ના રોજ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $5.3 બિલિયન છે. ગયા અઠવાડિયે અદાણીની કંપની એનડીટીવીના શેર ખરીદવા અંગે ચર્ચામાં આવી હતી. અદાણીની કંપનીએ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જો કે એનડીટીવી દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ ડીલ સેબીના નિયમો અનુસાર છે પરંતુ એનડીટીવીએ તેનો ઇનકાર કર્યો છે.

7 કંપનીઓ લિસ્ટેડ છે

7 કંપનીઓ લિસ્ટેડ છે

એનડીટીવી તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારી સાથે આ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને અમને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલમાં, ફિચ ગ્રૂપના એકમ, ક્રેડિટ સાઇટ્સે કહ્યુ હતુ કે અદાણી જૂથ ખૂબ નફો કરી રહ્યુ છે અને તે દેવાની જાળમાં ફસાઈ શકે છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 7 કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. જેમાં મુખ્યત્વે ઊર્જા, બંદર, લૉજિસ્ટિક્સ, ખાણકામ, સંસાધન, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ છે.

English summary
Gautam Adani becomes third richest man in the world surpasses Louis Vuitton chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X