ગીતા ગોપીનાથ છોડી રહ્યા છે IMFના મુખ્ય અર્થશાસ્ત્રીનું પદ, જાણો તેમની આગળની યોજના શું હશે?
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ જાન્યુઆરીમાં પદ છોડવાના છે. ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી ગીતા જાન્યુઆરી 2019માં IMF સાથે જોડાયા હતા.
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ જાન્યુઆરીમાં પદ છોડવાના છે. ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી ગીતા જાન્યુઆરી 2019માં IMF સાથે જોડાયા હતા. જે બાદ તે ફરીથી પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પરત ફરી રહ્યા છે. આઈએમએફે મંગળવારના રોજ એક નિવેદનમાં આ અંગે માહિતી આપી હતી.

ગીતા ગોપીનાથ કોણ છે ?
49 વર્ષીય ગીતા આઇએમએફમાં જોડાયા પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ અને અર્થશાસ્ત્રના જ્હોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા. હાર્વર્ડે ગોપીનાથનીગેરહાજરીની રજા એક વર્ષ લંબાવી હતી, તેને ત્રણ વર્ષ માટે આઈએમએફમાં સેવા આપવાની મંજૂરી આપી હતી. મૈસુરમાં જન્મેલી ગીતા IMF ની પ્રથમ મહિલા મુખ્યઅર્થશાસ્ત્રી છે.
|
IMF એ શું કહ્યું?
IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, ગીતાના અનુગામીની શોધ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગીતા આઈએમએફના સંશોધનવિભાગના વડા છે, જે તેના જીડીપી વૃદ્ધિની આગાહી સાથે ત્રિમાસિક વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ બનાવે છે. કોરોના સમયગાળા દરમિયાન ગીતાએ પ્રશંસનીય કામકર્યું હતું.
જ્યોર્જીવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગીતાનું યોગદાન ખરેખર નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય નાણા અને મેક્રોઇકોનોમિક્સની તેમની ઉંડી સમજણથી અમનેઘણો ફાયદો થયો છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) માં આ પદ પર પહોંચનારા તેઓ બીજા ભારતીય છે. આ અગાઉ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આ પદ સંભાળીચૂક્યા છે. તાજેતરમાં અમેરિકાના કાર્નેગી કોર્પોરેશનએ ગીતાને સન્માનિત કર્યા હતા. અમેરિકન સમાજ અને લોકશાહીને સમૃદ્ધ અને મજબૂત કરવા માટે તેમના યોગદાનઅને પ્રોસેસ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગીતા ગોપીનાથનું ભારત સાથેનું કનેક્શન
ગીતા ગોપીનાથ હવે અમેરિકાના રહેવાસી છે, પરંતુ ભારત સાથે તેમના ગાઢ સંબંધો છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામકોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ કર્યું હતું. તેમણે વર્ષ 1992માં અહીંથી ઓનર્સ કર્યું અને પછી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું હતું. જે બાદવર્ષ 1994 માં તેમને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ગઈ હતી. વર્ષ 1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાંથી પીએચડી કર્યું છે.
ગીતા ગોપીનાથ વર્ષ 2001 થી 2005 સુધી શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા, ત્યારબાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા.આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2010માં તેઓ તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા હતા. તેમણે વેપાર અને રોકાણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટી, નાણાકીયનીતિઓ, દેવું અને ઉભરતી બજારની સમસ્યાઓ પર લગભગ 40 સંશોધન પેપર્સ પણ લખ્યા છે.












Click it and Unblock the Notifications
