For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિનિટોમાં મળી જશે ચોરી થઇ ગયેલો મોબાઈલ, આ હેલ્પલાઇન પર કરો કૉલ

મોબાઇલ ફોન ચોરીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સરકારે હવે કડક પગલાં લીધાં છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દેશના કોઈ ભાગમાંથી મોબાઇલ ફોન ચોરી થાય તો, તેને સમગ્ર દેશમાં પકડી શકાય છે.

|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોન ચોરીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સરકારે હવે કડક પગલાં લીધાં છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દેશના કોઈ ભાગમાંથી મોબાઇલ ફોન ચોરી થાય તો, તેને સમગ્ર દેશમાં પકડી શકાય છે. સરકાર લાંબા સમયથી આ કામમાં રોકાયેલી હતી, અને હવે સિસ્ટમ કામ કરવા લાગી છે. લોકો તેમના મોબાઇલ ફોન ચોરી થતા જ સરકારને જણાવો, તેમની હેલ્પલાઇન નંબર પર ફોન કરી તમારું વિવરણ નોંધાવી શકો છો. આ વિવરણ સિસ્ટમમાં નાખવામાં આવશે અને જલદી તે સમગ્ર દેશમાં ફેલાશે. આ પછી ચોર આ ફોનનો ઉપયોગ કરશે, તો તેને પકડી લેવામાં આવશે.

આ પણ વાંચો: હવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા

મહારાષ્ટ્રમાં સફળ ટ્રાયલ

મહારાષ્ટ્રમાં સફળ ટ્રાયલ

આ સિસ્ટમની પ્રાયોગિક શરૂઆત મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. સિસ્ટમ ત્યાં સંપૂર્ણપણે સફળ રહી હતી. હવે આ સોફ્ટવેર દેશના દરેક રાજ્યની પોલીસને સોંપવામાં આવ્યું છે. તે થોડા દિવસોમાં તે ચાલુ કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દૂરસંચાર વિભાગ સત્તાવાર રીતે 1-2 અઠવાડિયામાં તેની શરૂઆત કરશે અને ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદ તેની જાહેરાત કરશે.

હેલ્પલાઇન નંબર જાણો

હેલ્પલાઇન નંબર જાણો

મોબાઇલ ચોરી થવા પર મદદ માટે, સરકારે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. હવે સમગ્ર દેશમાં કોઈ પણ હેલ્પલાઇન નંબર 14422 પર ફરિયાદ નોંધાવી શકશે.જેવી જ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ આવશે, તેને મોબાઇલ કંપનીઓને મોકલવામાં આવશે અને ટૂંક સમયમાં જ મોબાઇલ કંપનીઓ આ મોબાઇલ ફોનને બ્લોક કરી દેશે. આ પછી તેનો વપરાશ દેશના કોઈ પણ સ્થળે થઇ શકશે નહીં.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે

આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે

દરેક મોબાઇલ ફોનનો એક વિશિષ્ટ નંબર હોય છે, જેને EMEI નંબર કહેવાય છે. તે દરેક મોબાઇલ ફોનનો એક ખાસ નંબર હોય છે અને કંપનીઓ માત્ર આ મોબાઇલ ફોનની રચના દરમિયાન જ તેને ઇન્સ્ટોલ કરે છે. કેટલાક લોકો આ ઇએમઇઆઈ સાથે ચેડા કરે છે, પરંતુ આવા લોકો માટે, હવે સરકારે 3 વર્ષની સજાની જોગવાઈ કરી છે.

સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર તૈયાર કર્યું છે

સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર તૈયાર કર્યું છે

સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (સીઇઆઈઆર) તૈયાર કર્યું છે. આ સૉફ્ટવેર સી-ડૉટએ જાતે તૈયાર કર્યું છે. સ્વદેશી હોવાને કારણે જ્યારે જરૂર પડે ત્યારે તેમાં સુધારા માટે જગ્યા હશે.

અત્યાર સુધી સિસ્ટમ શું હતી

અત્યાર સુધી સિસ્ટમ શું હતી

અત્યાર સુધી, મોબાઇલ ફોન ખોવાઈ જવા પર સંબંધિત રાજ્યમાં જ તેની શોધ થઇ શકતી હતી. મોટેભાગે મોબાઈલ ચોરી કરનાર ચોરી કર્યા પછી બીજા રાજ્યમાં વેચી દેતા હતા. આ કિસ્સામાં, ચોરી કરેલા મોબાઇલ ફોન શોધવા પોલીસ માટે ખુબ મુશ્કેલ હતું. પરંતુ હવે જયારે પણ મોબાઇલ ફોન ચોરી થવાની જાણ થશે, તેને એકસાથે સમગ્ર દેશમાં મોકલી શકાય છે. આ પછી ચોર આ ફોનનો ઉપયોગ કરશે, તો તેને પકડી લેવામાં આવશે.સેન્ટ્રલ ટેલિકોમ મંત્રાલયે આ વર્ષે મેમાં મહારાષ્ટ્ર સર્કલથી આ સેવા શરૂ કરી દીધી છે અને તે ડિસેમ્બર સુધી દેશમાં 21 ટેલિકોમ સર્કલમાં લાગુ કરવામાં આવશે.

English summary
Get the stolen mobile phone in minutes, call this helpline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X