For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા

મોદી સરકારના બીજા કાર્યકાળનો હજુ 1 મહિનો પણ પૂરો થયો નથી કે ટેક્સચોરો અને ભ્રષ્ટાચારીઓ પર કાયદો બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળનો હજુ 1 મહિનો પણ પૂરો થયો નથી કે ટેક્સચોરો અને ભ્રષ્ટાચારીઓ પર કાયદો બનાવવાની કામગીરી શરૂ થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના નવા નિયમો અનુસાર, હવે ટેક્સચોરો અને ભ્રષ્ટાચારીઓને દંડ આપીને બચવાની જોગવાઈ હવે સમાપ્ત કરવામાં આવી છે. બદલાયેલા નિયમો 17 જુનથી એટલે કે આજ થી લાગૂ થઇ ગયા છે. સીબીડીટી અનુસાર, 'કંપાઉન્ડીંગ ઑફ ઑફિસીસ ડાયરેક્ટ ટેક્સ લૉ' પર સુધારેલા દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આ સુધારેલા દિશાનિર્દેશોએ ડિસેમ્બર 2014 માં જારી દિશા નિર્દેશની જગ્યા લઇ ચુક્યા છે.

આ પણ વાંચો: LIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો

ક્યાં લાગૂ થશે આ દિશાનિર્દેશો

ક્યાં લાગૂ થશે આ દિશાનિર્દેશો

સીબીડીટી દ્વારા જારી કરાયેલા સુધારેલા દિશાનિર્દેશોમાં સખત નિયમન કરવામાં આવ્યું છે. તેને કાળાં નાણાં વિરોધી કાયદાની હેઠળ આવનારા અપરાધો અને અનધિકૃત વિદેશી ખાતાઓ અને સંપત્તિઓ સંબંધિત ગુનાઓમાં હવે કંપાઉન્ડીંગની સંમતિ આપવામાં આવશે નહીં. કમ્પાઉન્ડિંગ એટલે દંડ આપી બચી જવું. અગાઉ, સીબીડીટીના પ્રથમ માર્ગદર્શિકામાં અનધિકૃત વિદેશી ખાતાઓ અને વિદેશી સંપત્તિઓથી સંબંધિત ગુનાઓ પર મોટો દંડ ભર્યા પછી સજાથી બચવાની જોગવાઈ હતી.

આ દિશાનિર્દેશો કોની પર લાગુ થશે

આ દિશાનિર્દેશો કોની પર લાગુ થશે

જો તે સાબિત થાય છે કે કોઈ કરદાતાએ અન્ય પાસેથી ટેક્સ ચોરી કરાવી, તો તેને પણ કંપાઉન્ડીંગની પરવાનગી મળશે નહીં. આ જ નિયમ તે લોકો માટે પણ લાગુ થશે જેમણે ખરીદ વેચાણની નકલી સ્લિપ બનાવડાવી હોય. સામાન્ય રીતે, આ સ્લીપ હોટલોના બિલ અને અન્ય આવા કેસોમાં બનાવવામાં આવે છે.

હજારો લોકો દંડ આપી બચતા રહેતા હતા

હજારો લોકો દંડ આપી બચતા રહેતા હતા

ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બર 2017 ના હજારો કિસ્સાઓમાં દંડ આપી ટેક્સ ચોરોએ સજામાંથી છુટકારો મેળવ્યો હતો. પરંતુ હવે નિયમો બદલાયા છે. હવે આ લોકોને કાયદાનો સામનો કરવો પડશે. તેના કારણે દાવાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

English summary
Central Board of Direct Taxes issued revised guidelines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X