
LIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો
લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એલઆઈસી) માં લાખો પૉલિસીધારકો લાખો છે. લોકો એલઆઈસીને સલામત રોકાણ માને છે અને તેથી અહીં રોકાણ કરવા માટે અચકાતા નથી. જો તમારી પાસે પણ એલઆઈસીની પોલિસી છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. લોકો તેમની જમા પુંજીને સુરક્ષિત કરવા અને વધુ સારા વળતર માટે એલઆઈસી પોલિસી લે છે, પરંતુ પૉલિસી લેતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. ઘણીવાર, એલઆઈસીના નામથી ફ્રોડના કેસ સામે આવવા લાગ્યા છે, તેથી એલઆઈસી દ્વારા સમય-સમયે સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પત્ની પાસેથી 10 હજાર ઉધાર લઈ શરૂ કરી કંપની, બનાવ્યા 2.5 કરોડ રૂપિયા

એલઆઈસી પૉલિસીધારકો માટે ખાસ સમાચાર
એલઆઈસી પૉલિસીધારકો માટે જરૂરી છે કે તેઓ પૉલિસી લેતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખે જેથીકોઈ પણ પ્રકારના ફ્રોડથી પોતાને બચાવી શકે છે. આ માટે એલઆઈસી સમય-સમય પર એડવાઈઝરી જારી કરે છે, જેથી પછી પૉલિસી ધારક પોતાને ફ્રોડથી બચાવી શકે છે. એલઆઇસીએ જણાવ્યું છે કે પૉલિસી પ્રીમિયમ ભરવા માટે ગ્રાહક માત્ર Life Insurance corporation of India ના નામ પર ચેક જારી કરે.

રાખો આ વાતનું ધ્યાન
પોલિસીધારકો માટે જરૂરી છે કે તેઓ www.licindia.in ની વેબસાઇટની પર જઈને સમયે સમયે તેમની પૉલિસીના સ્ટેટ્સ ચેક કરતા રહો. પૉલિસી આપતી વખતે, એજંટ દ્વારા આપવામાં આવેલા કોઈપણ દસ્તાવેજને વાંચ્યા વગર તેની પર સહી કરશો નહીં. વીમાના નિયમો અને શરતો અથવા કોઈ પણ ડોક્યુમેન્ટને વાંચ્યા વગર પૉલિસી ન લો. તમારે ઓરીજનલ ડોક્યુમેન્ટ ક્યારે પણ કોઈની સાથે શેર કરવા જોઈએ નહીં.

ફોન પર માહિતી શેર કરવાનું ટાળો
એલઆઈસીએ સ્પષ્ટ કર્યું છે કે ફોન પર માહિતી શેર કરવાનું ટાળો. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારની પોલિસી લેવા અને તેને ચૂકવવા પહેલાં, તે ખાતરી કરવી જોઈએ કે તે એલઆઈસી એજન્ટ છે. એલઆઈસીને NEFT દ્વારા જ ચૂકવણી કરવી જોઈએ. કોઈપણ ફ્રોડના કિસ્સામાં, તમારે એલઆઈસીની એન્ટિ-ફ્રોડ નીતિ હેઠળ તરત જ એલઆઈસી ઑફિસને તેની માહિતી આપવી જોઈએ.