599માં કરો હવાઇ યાત્રા, ઓફર પૂર્ણ થાય તે પહેલા વાંચો આ

Posted By:
Subscribe to Oneindia News

ઉનાળો આવતા જ તમામ લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે. અને આ માટે કરીને જો તમે પણ સસ્તી હવાઇ ટિકીટ ગુગલ પર શોધી રહ્યા છો તો ગોએરની આ ઓફર તમારા કામમાં આવી શકે છે. ગોએર દ્વારા વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એક ઓફર નીકાળવામાં આવી છે. જે દ્વારા તમે પણ સસ્તી હવાઇ યાત્રાનો લાભ લઇ શકો છો. જો કે આ ઓફરને તમે મેળવવા ઇચ્છતા હોવ તો તેની કેટલીક શરતો પણ છે જે અંગે જાણો વિગતવાર અહીં.

599 ટિકિટ

599 ટિકિટ

ગોએર દ્વારા તમને ખાલી 599 રૂપિયામાં એર ટિકિટ મળી રહી છે. આ ઓફરની શરૂઆત 12 મેથી થઇ છે. અને ચાર દિવસ એટલે કે 15 મે સુધી આ ઓફર ચાલુ રહેશે. આ ઓફર હેઠળ તમે અત્યારે 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2017 સુધી યાત્રા કરવા માટે ટિકિટ લઇ શકો છો. તમે 15 મે પહેલા ટિકિટ બુક કરાવશો તો જ તમે આ ઓફરનો લાભ લઇ શકશો.

ક્યાંથી લેશે ટિકિટ?

ક્યાંથી લેશે ટિકિટ?

ગોએરની આ ઓફર માટે તમારે કંપનીની વેબસાઇટ, ગોએર ટિકિટ બુકિંગ કાઉન્ટર, ગોએર કોલ સેન્ટર કે પછી ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવવી પડશે. સીટોમાં પહેલા તે વહેલાની ઓફર છે. આ ઓફરનો ફાયદો ગ્રુપ બુકિંગ કે બાળકોની ટિકિટ પર નહીં મળે.

ધ્યાન રાખો

ધ્યાન રાખો

સાથે જ ગોએરની આ અવધિની વચ્ચે કેટલીક બ્લેક આઉટ ડે પણ રાખવામાં આવી છે. આ બ્લેકઆઉટ ડે પર તમને ગોએરની આ ઓફર નહીં મળે. આ માટે જો તમે ગોએરની ટિકિટો લો છો તો તે પણ જોઇ લો કે તેમાં કોઇ બ્લેક આઉટ ડેની ટિકિટ તો નથી લઇ રહ્યા ને જેથી કરીને તમારે વધારેના પૈસા ના ભરવા પડે.

વધુ વાંચો

વધુ વાંચો

ફ્લિપકાર્ટ તેની 10મી વર્ષગાંઠ નિમિત્તે 14 મેથી 18 મે સુધી બિગ 10 નામનો એક મેગા સેલ લાવશે. આ સેલમાં ફ્લિપકાર્ટના વેન્ડર્સની કમાણી ત્રણથી ચાર ટકા વધી જશે. આ અંગે વધુ જાણવો અહીં ક્લિક કરો.

English summary
Goair offer of 599 for air tickets. Read this news in details here.
Please Wait while comments are loading...