Gold Rate: OPECના એલાનથી સોનાના ભાવ ગગડ્યા, હવે ખરીદવુ કે વેચવુ?
સોનાના ભાવ ગયા અઠવાડિયે રેકોર્ડબ્રેક ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા પરંતુ રવિવારે ઓપેક પ્લસ દેશોએ આશ્ચર્યજનક રીતે તેલ ઉત્પાદનમાં કાપની જાહેરાત કરી હતી. જે બાદ સોનામાં વેચવાલી જોવા મળી હતી. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ 2023 માટે ગોલ્ડ ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટ સોમવારે ઓછો ખુલ્યો હતો અને સ્થાનિક બજારમાં રૂ. 59060 પ્રતિ 10 ગ્રામ જેટલો નીચો ગયો હતો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 0.90 ટકા ઘટીને 1950 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગઈ છે.
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મે 2023 માટે MCX સિલ્વર ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટ રૂ. 71,811 પ્રતિ કિલોના ભાવે ખૂલ્યો હતો અને બજાર ખૂલવાની મિનિટોમાં રૂ. 71,437ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં, ચાંદીની કિંમત 2 ટકાથી વધુ ઘટીને 23.58 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
નિષ્ણાતોના મતે સોનુ સારુ પ્રદર્શન કરી રહ્યુ છે. આ સ્થિતિમાં, ઘટાડા છતાં તે લોકોને સોનુ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેઓ માને છે કે OPEC+ દેશો દ્વારા તેલ ઉત્પાદનમાં કાપની આશ્ચર્યજનક જાહેરાતથી ફુગાવા અંગે ચિંતા વધી છે અને સોનાના ભાવને ટેકો આપશે. નિષ્ણાતો માને છે કે વધતી જતી મોંઘવારીની ચિંતાઓને કારણે, જો ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 80થી 90 ડૉલરની રેન્જમાં જળવાઈ રહે તો આર્થિક મંદીની અટકળોને વેગ મળી શકે છે. એ સમયમાં સોનુ જ લોકોને બચાવશે.
IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીના રોકાણકારોને ડિપ્સ પર ખરીદીની વ્યૂહરચના જાળવી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિઓ સોના અને ચાંદીની તરફેણમાં છે. ટૂંક સમયમાં તેમની કિંમતોમાં ઉછાળો આવશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ











Click it and Unblock the Notifications
