Gold Rate Today : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો આજના ભાવ
Gold Rate Today : લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 57,000 ને પાર બંધ થયો છે.
Gold Rate Today : હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આવા સમયે સોનામાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આજે સરાફા બજારમાં સોનાનો ભાવ 57000 થઇ ગયો છે. આ સાથે ચાંદીની કિંમત 68000 ને પાર થઇ છે.

HDFC Securities દ્વારા આ અંગે જણકારી આપવામાં આવી છે. જો તમે પણ સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ અહેવાલમાં આજના સોના-ચાંદીના ભાવ જાણીશું.

મોંઘા થયા છે સોનું અને ચાંદી
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 335 રૂપિયા વધીને 57,463 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. આવા સમયે છેલ્લાટ્રેડિંગ સેશનમાં સોનું 57,128 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આજે ચાંદી રૂપિયા516 વધીને રૂપિયા 68075 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે.

શું કહે છે એક્સપર્ટ?
HDFC સિક્યોરિટીઝના નિષ્ણાત સૌમિલ ગાંધીએ જણાવ્યું છે કે, વૈશ્વિક બજારમાં તેજીના કારણે સ્થાનિક બજારોમાં પણ તેજી જોવા મળીરહી છે. આ સિવાય બુધવારના રોજ એશિયન બજારોમાં પણ સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીયબજારમાં સોનું ઝડપથી વધીને 1,880 ડોલર પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી મજબૂત થઈને 22.45 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

આ રીતે જાણો તમારા શહેરના ભાવ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમને મેસેજ એ જ નંબર પર આવશે, જે નંબર પરથી તમે મિસ્ડ કોલ કરશો.












Click it and Unblock the Notifications
