For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સોનુ 3 વર્ષની નીચી સપાટીએ; ખરીદી શકાય?

|
Google Oneindia Gujarati News

સોનાએ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી નીચલું તળિયું જોઇ લીધું છે. હાલ દિલ્હી માર્કેટમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ રૂપિયા 25,900 બોલાઇ રહ્યો છે. સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડો ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તો સોનુ છેલ્લા સાડા ચાર વર્ષના તળિયે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક ઔંસનો ભાવ 1155 ડોલર છે. આમ છતાં શુક્રવારે સોનાની કિંમતોમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જો કે તાજેતરની દરેક રેલીમાં સોનામાં વેચવાલી નીકળી છે.

gold-2

સોનાની ખરીદીનો યોગ્ય સમય આવી ગયો?
જ્યારે પણ કિંમતી ધાતુના ભાવ ઘટે છે ત્યારે સામાન્ય રીતે તેને ખરીદવામાં આવે છે. નફો મેળવવાનો સીધો સરળ મંત્ર પણ એ છે કે ઓછા ભાવે ખરીદો, વધારે ભાવે વેચો. જો કે તકલીફ એટલી જ છે કે આપણને લોનો ભાવાર્થ સમજાતો નથી. અહીં મુંઝવણ એ છે કે વર્તમાન ભાવ સપાટી 26,000 લો છે કે હજી પણ ભાવ ઘટશે

ફંડામેન્ટલ્સની મદદ મેળવો
પરંપરા રહી છે કે જ્યારે પણ આર્થિક મંદી હોય, યુદ્ધનું વાતાવરણ હોય કે અર્થતંત્ર મુશ્કેલીમાં હોય ત્યારે સોનાની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે. અત્યારે સોનાના ભાવ ઘટી રહ્યા છે તેના પરથી એમ સમજી શકાય કે અર્થતંત્રની સ્થિતિ સારી છે અને ચિંતાજનક કશું જ નથી. કોઇ ગંભીર યુદ્ધની સ્થિતિ નથી. વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિતિ સુધારા પર છે. જેના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારોમાં પણ તેજી છે. જો આ સ્થિતિ ચાલુ રહી તો આગામી સમયમાં સોનામાં તેજીના કોઇ અણસાર દેખાતા નથી. આ કારણે સોનામાં રોકાણ કરી શકાય.

થોડી માત્રામાં ખરીદી કરી શકાય
ઇક્વિટી માર્કેટમાં તેજી છે અને તેમાં હજી સુધારો થશે. તેજી આગળ વધશે એમ લાગી રહ્યું છે. જો કે પરિસ્થિતિ બદલાતા વાર પણ નથી લાગતી એ હકીકત છે. આ કારણે સોનામાં રોકાણ કરવું હોય તો નાની માત્રામાં કરી શકાય.

English summary
Gold At 3 Year Low in India: Should You Buy The Metal That Is Melting Fast?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X