સોનાનો શણગાર થયો મોંઘો, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છ ટકાનો વધારો

અરવિંદ માયારામે કહ્યું હતું કે 'સરકારે તાત્કાલિક ધોરણે સોના અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટી ચાર ટકાથી વધારીને છ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેમને જણાવ્યું હતું કે સરકાર ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ને સોના યોજના સાથે જોડશે. જેથી મ્યૂચ્યુઅલ ફંડ પોતાના સોનાને બેંકોની સોના આધારિત યોજનાઓ પર રોકાણ કરશે.
માયારામે કહ્યું હતું કે 'સ્વર્ણ જમા યોજનામાં સૂચિત પરિવર્તનથી એવા લોકોને વધુ આકર્ષિત થશે જે પોતાના બેકાર પડેલા સોનાને બેંકોમાં જમા કરાવવા માંગે છે. તેમને કહ્યું હતું કે આ પરિવર્તનથી સોનાની આયાત ઘટશે અને તાજેતરમાં થઇ રહેલા નુકસાનને ઘટાડી શકાશે. નાણાંકીય વર્ષ 2011-12માં દેશમાં સોનાની આયાત 56.5 અરબ ડોલર હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસેમ્બર સુધી સોનાની આયાત અંદાજે 38 અરબ ડોલર છે.












Click it and Unblock the Notifications
