Gold Rate Today: આજે પણ વધ્યો સોનાનો ભાવ, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત

Gold Price Today: 19 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 19 જુલાઈ 2025એ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.

Gold Price Today

સોનાનો શું છે ભાવ ?

Gold Price: 19 જુલાઈ શનિવારના રોજ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,530 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,390 રૂપિયા છે.

સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,160 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,430 રૂપિયા છે.

ચાંદીની કિંમત

આજે શનિવારના રોજ ચાંદીનો ભાવમાં 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,13,800 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,13,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X