gold prices : લાખને ટચ કર્યા બાદ હવે કેમ નથી વધી રહ્યાં સોનાના ભાવ?
gold prices : 22 એપ્રિલે સોનાની કિંમતોમાં તેજીને પગલે પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા પહોંચ્યો હતો. સોનામાં તેજીને જોતા લાગી રહ્યું હતું કે સોનુ એક લાખને પાર જઈ શકે છે.
બજાર નિષ્ણાતો દ્વારા પહેલેથી જ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે અક્ષય તૃતીયા પહેલા સોનાની કિંમતો 1 લાખ સુધી પહોંચી શકે છે. પરંતુ ત્યારબાદના થોડા દિવસોમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ઇન્ડિયન બુલિયન એસોસિએશનના લેટેસ્ટ આંકડા અનુસાર, મંગળવારે સોનાની કિંમત 0.8% ઘટીને 95,560 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. આ ઘટાડો માત્ર લોકલ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહ્યો છે.
સ્પોટ ગોલ્ડ 0.8% ઘટીને $3,314.99 પ્રતિ ઔંસ થઈ ગયું છે, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.7% ઘટીને $3,325 પ્રતિ ઔંસ પર પહોંચી ગયાં છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટાડાનો મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વ્યાપાર સંબંધોમાં ઘટાડેલો તણાવ છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે હાલમાં જ જણાવ્યું હતું કે ભારત સહિત અનેક દેશોએ વેપાર પરિપત્ર માટે સકારાત્મક સૂચનો આપ્યાં છે. આવનારા સમયમાં ભારત સાથે પણ વેપાર સંમતિ થઈ શકે છે.
આ ઉપરાંત ચીન દ્વારા અમેરિકન માલ ઉપર લાગેલા કેટલાક ટેરિફ હટાવવાના નિર્ણયને પણ એક શાંતિપૂર્ણ પગલાં માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ પણ વાહન ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યાં છે, જેના લીધે વૈશ્વિક વેપાર સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.
જાણકારો જણાવે છે કે વેપારિક તણાવમાં ઘટાડો અને ટેરિફ અંગે વાતચીત શરૂ થતા બજારમાં નિશ્ચિતતા આવી છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારાની શક્યતાઓ અને રશિયા-યુક્રેન વચ્ચે પણ શાંતિ સંભવિત જણાઈ રહી છે.
આ બધા ઘટકો મળીને રોકાણકારોમાં જે ડર હતો તે ઓસરવા લાગ્યો છે. જયારે રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો જેવા કે સોનામાં રોકાણ કરવા આતુર ન રહે ત્યારે સોનાની માંગ ઓછી થાય છે, જે તેની કિંમતોમાં ઘટાડો લાવે છે.
અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી અને અનિશ્ચિતતાની સ્થિતિ થોડી શાંત થઈ રહી છે. અગાઉ આ સ્થિતિનાં કારણે સોનાની કિંમત પ્રતિ ઔંસ $3,500.05 સુધી પહોંચી હતી. પરંતુ હાલની સ્થિતી પ્રમાણે જો વિશ્વમાં શાંતિ અને વ્યાપાર સુમેળ વધતો જશે તો સોનાની કિંમતમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
વિશ્વવ્યાપી નીતિગત ફેરફારો, વેપાર સંબંધો અને રોકાણકારોના ભાવિ અનિષ્ણિતતાને લઈ લેવાયેલા નિર્ણયોએ સોનાની તેજી પર બ્રેક લગાવ્યા છે. હાલના દિવસોમાં જો તમે સોનામાં રોકાણ કરવા ઇચ્છો છો તો બજારની દિશા પર નજર રાખવી ખૂબ જરૂરી છે.












Click it and Unblock the Notifications
