સોનાના ભાવ ફરી આસમાને, ચાંદીમાં પણ વધ્યો ચળકાટ!

સોનાની સાથે-સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે. બજાર માટે આ સારા સંકેત છે. સોમવારે બજાર ખુલવાની સાથે જ કોમેક્સ પર સોનું એક ટકાની મજબૂતી સાથે 1,290 ડોલરની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 1.3 ટકા વધીને 20 ડોલરને પાર પહોંચી ગઇ છે.
બજારના આંકડાઓ અનુસાર એમસીએક્સ પર સોનું 0.72 ટકા વધીને 27,047 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યું છે જ્યારે ચાંદી પણ લગભગ 0.5 ટકાની ઝડપે 41000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી છે.
આજે સોનાનો ભાવ 27,047 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. સોનું હવે મોંઘું થતું જઇ રહ્યું છે. જ્યારે ચાંદીની ચમક પણ ધીરે ધીરે વધી રહી છે. બજારનું માનવું છે કે હજી આવનારા દિવસોમાં સોના-ચાંદીની કિંમતોમાં વધું ઉછાળો આવી શકે છે.












Click it and Unblock the Notifications
