Gold Rate Today: આજે ફરીથી ઘટ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો શું છે 22 કેરેટ ગોલ્ડ રેટ
Gold Rate Today: બજેટ 2024ની રજૂઆત બાદથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના પરની કસ્ટમ ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો કર્યો હતો, જેના પછી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
ગુરુવારે 25 જુલાઈએ સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં 24 કેરેટ સોનું રૂ.71 હજાર અને 22 કેરેટ સોનું રૂ.65 હજાર છે. જો ચાંદીની વાત કરીએ તો 100 ગ્રામ ચાંદીની કિંમત 9,180 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 91,800 રૂપિયા છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,000 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 70,850 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 64,940 પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 64,80 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 70,790 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત રૂ. 64,990 અને 24 કેરેટ સોનાની કિંમત રૂ. 70,900 પ્રતિ 10 ગ્રામ છે.












Click it and Unblock the Notifications
