For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવમાં ઘટાડો, 20 વર્ષના સૌથી નીચલા માસિક સ્તરે, જાણો ભાવ

પિતૃ પક્ષની શરૂઆત સાથે સોનાના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ છે. સોનાના ભાવમાં શુક્રવારે ફરીથી એક વાર ઘટાડો નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પિતૃ પક્ષની શરૂઆત સાથે સોનાના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ છે. સોનાના ભાવમાં શુક્રવારે ફરીથી એક વાર ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઘરેલુ સ્તર પર જ્વેલર્સ તરફથી ઘટેલી ખરીદીના કારણે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો અને તે 31300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ ઘટડા સાથે સોનું 6 સપ્તાહના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયુ છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે.

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. સોનું છેલ્લા 6 સપ્તાહના સૌથી નીચલા માસિક સ્તરે પહોંચી ગયુ છે. સોનાના ભાવમાં જાન્યુઆરી 1197 બાદ હવે સૌથી મોટો ઘટાડો આવ્યો છે. સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં 1.6% નો ઘટાડો નોંધવામાં આવ્યો. સોનાના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડા સાથે ચાંદી પણ સસ્તુ થઈ રહ્યુ છે. ઔદ્યોગિક એકમો તથા સિક્કા નિર્માતાઓની માંગ ઘટવાના કારણે ચાંદીના ભાવોમાં 450 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. શુક્રવારે ચાંદીનો ભાવ 38000 રૂપિયા થઈ ગયો છે.

કેમ થઈ રહ્યો છે સોનાના ભાવમાં ઘટાડો

કેમ થઈ રહ્યો છે સોનાના ભાવમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં સોનાના નબળા વલણની સાથે સાથે સ્થાનિક જ્વેલર્સ તરફથી ઘટેલી માંગના કારણે દિલ્હીના સરાફા બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો અને તે ઘટીને 31,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ઔદ્યોગિક એકમો સાથે સાથે સિક્કા નિર્માતાઓના નબળા ઉપાડથી ચાંદી પણ 450 રૂપિયા ઘટીને 38,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયુ.

શું છે આજનો ભાવ દિલ્હીના સરાફા બજારમાં

શું છે આજનો ભાવ દિલ્હીના સરાફા બજારમાં

આજે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 31,300 રૂપિયા અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 31,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. વળી, 8 ગ્રામવાળા ગિન્નીનો ભાવ 24,500 રૂપિયા રહ્યો. જ્યારે ચાંદી 38,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. જો કે ચાંદી સિક્કા લેવાલ 72,000 રૂપિયા અને વેચવાલ 73,000 રૂપિયા રહ્યો.

આ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાનઆ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન

English summary
gold prices hit six week low set longest monthly losing streak in 20 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X