Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold Rate Today: ભાદરવાની શરુઆતની સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત

Gold Rate Today (24 August 2025): શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ભાદરવાનો આજથી શુભઆરંભ થયો છે. ત્યારે ભાદરવાની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી છે. આજે 24 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે.

Gold Rate Today

સોનાનો શું છે ભાવ ?

Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રુપિયાનો મોટો વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,770 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 93,300 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,150 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,620 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 93,200 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,670 રૂપિયા છે.

ચાંદીનો શું છે ભાવ ?

Silver Price In India Today (24 August 2025): ત્યારે આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં રુપિયા 2000નો વધારો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,18,100 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે ફરી મોટો ઉછાળો આવ્યો છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને રોકાણકારોની સુરક્ષિત રોકાણ (Safe Haven ની માંગને કારણે સોનાનો ટ્રેન્ડ હજુ પણ મજબૂત છે. આગામી દિવસોમાં કિંમતો વધુ વધી શકે છે, તેથી રોકાણકારો અને ખરીદદારોએ સાવધાની સાથે નિર્ણયો લેવા જોઈએ.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X