સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો કેટલુ સસ્તુ થયુ સોનુ

સોનાની કિંમતમાં ગુરુવારે આવેલી તેજી બાદ શુક્રવારે એક વાર ફરીથી ઘટાડો નોંધવામાં આવ્યો છે. શુક્રવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો જ્યારે ચાંદી સ્થિર રહી.

સોનાની કિંમતમાં ગુરુવારે આવેલી તેજી બાદ શુક્રવારે એક વાર ફરીથી ઘટાડો નોંધવામાં આવ્યો છે. શુક્રવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો જ્યારે ચાંદી સ્થિર રહી. દિલ્હીની સર્રાફા બજારમાં સોનાના ભાવમાં 235 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો અને સોનું 32015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ. ઘરેલુ જ્વેલર્સ તરફથી ડિમાન્ડ ઘટવા અને રૂપિયામાં મજબૂતીના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો. જો કે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

gold

દેશની રાજધાની દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં 235 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને તે 32015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ. વળી, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ 235 રૂપિયા ઘટીને 31,865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. જો વાત કરીએ 8 ગ્રામવાળા ગિન્નીના ભાવની તો આનો ભાવ 24800 પર સ્થિર રહ્યો.

વળી, ચાંદીનો ભાવ શુક્રવારે પણ 37,900 પર સ્થિર રહ્યો. ઈન્ડસ્ટ્રીયલ યુનિટની છૂટક માંગ રહી. ચાંદીના ભાવ બદલાયા વિના 37,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો. વળી ડિલિવરી બેઝ્ડ ચાંદીના ભાવ 147 રૂપિયા વધીને 36818 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. બજારના જાણકારો મુજબ સ્થાનિક જ્વેલર્સ તરફથી ડિમાન્ડ ઘટવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વળી, અમેરિકી ડૉલર ઘટવા અને રૂપિયા વધુ મજબૂત થવાથી પણ સોનુ સસ્તુ થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X