Gold Rate Today : સોનામાં ઘટાડો, ચાંદીમાં થયો વધારો, જાણો આજના ભાવ
Gold Rate Today : સોના-ચાંદીના ભાવમાં રોજ વધારો કે ઘટાડો થતો રહે છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણી લેવું જોઇએ કે, આજે સોના અને ચાંદીના ભાવ શું છે?
બુલિયન માર્કેટમાં ફરી એકવાર સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આજે ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના દરમાં વધારો થયો છે.

બુલિયન માર્કેટમાં બંને કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી સમયમાં સોનું 65,000ને પાર કરી શકે છે.
છેલ્લા બે મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં સોનું ઘટીને રૂપિયા 55,000ના સ્તરે પહોંચી ગયું હતું, પરંતુ આ પછી સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
સોનામાં ઉછાળા ઉપરાંત નિષ્ણાતો ચાંદીમાં પણ વધારાની આગાહી કરી રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, થોડા મહિનામાં ચાંદી 80,000 રૂપિયા સુધી જઈ શકે છે.
શુક્રવારના રોજ મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. શુક્રવારની બપોરે સોનું રૂપિયા 61ના ઘટાડા સાથે રૂપિયા 59840 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી રૂપિયા 49ના ઘટાડા સાથે રૂપિયા 75329 પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી.
આ પહેલા ગુરુવારના રોજ સોનું 59901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 75280 રૂપિયા પર બંધ થયું હતું. ઈન્ડિયા બુલિયન એસોસિએશન દ્વારા બુલિયન બજારના ભાવ દરરોજ જાહેર કરવામાં આવે છે. ગુરુવારના રોજ 24 કેરેટ સોનું લગભગ 350 રૂપિયા ઘટીને 60169 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી રૂપિયા 500 પ્રતિ કિલો ઘટીને રૂપિયા 73934 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. આ સાથે 28 એપ્રિલના રોજ 23 કેરેટ સોનું 59928 રૂપિયા, 22 કેરેટ સોનું 55115 રૂપિયા અને 20 કેરેટ સોનું 45127 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું.












Click it and Unblock the Notifications
