Gold Rate Today: શ્રાદ્ધમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભડકો, જાણો આજના સોનાના ભાવ
Gold prices today: હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. હિન્દૂ ધર્મમાં જણાવ્યા અનુસાર લોકો શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ શુભ કામ કરતા નથી. આ સાથે કોઈપણ ખરીદી કરવાનું પણ ટાળે છે. જે કારણે આ 15 દિવસ મંદીનો માહોલ પણ રહે છે.
જોકે, સોનું ચાંદી આમાં હાલ અપવાદ છે. શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ દરમિયાન પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગત બે દિવસ દરમિયાન આંશિક ઘટાડો નોંધાયો હતો.
આ ઘટાડા બાદ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થયો છે. આજે સોનાના ભાવમાં રૂપિયા 800નો વધારો નોંધાયો છે.
હાલ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 69 હજાર રૂપિયા છે. આ સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે.
ચાંદીના ભાવમાં શનિવારે 2000 રૂપિયાનો વધારો નોંધાયો છે. શનિવારના રોજ ચાંદીનો ભાવ 92,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
દેશના વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75 હજાર 270 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 69,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,120 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 68,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 69,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 69,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 68,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 68,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 75,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 68,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 74,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
24 કેરેટ અને 22 કેરેટ સોના વચ્ચેનો તફાવત
24 કેરેટ સોનું : તે 99.9 ટકા શુદ્ધ સોનું હોય છે, એટલે કે આ સોનામાં અન્ય કોઈ ધાતુ ભેળવવામાં આવતી નથી. 24 કેરેટ સોનાને શુદ્ધ સોનું માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો રંગ ચમકદાર અને ગોલ્ડન હોય છે.
22 કેરેટ સોનું : 22 કેરેટ સોનામાં 91.6 ટકા શુદ્ધતા હોય છે, બાકીની 8.4 ટકામાં અન્ય ધાતુઓ હોય છે. જેમાં તાંબુ અથવા ચાંદી સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ ભેળવેલી અન્ય ધાતુઓ સોનાને વધુ મજબૂતી આપે છે. આ સાથે 22 કેરેટના દાગીનાને વધુ સારો આકાર આપી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, 22 કેરેટ સોનું 24 કેરેટ કરતાં વધુ મજબૂત માનવામાં આવે છે, તેથી 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાંમાં થાય છે. 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોના કરતાં વધુ હોય છે. જે તેની શુદ્ધતાને આભારી છે.












Click it and Unblock the Notifications
