મોંઘું થયું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 1125 રૂપિયાનો વધારો
મોંઘું થયું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં પણ વધારો
નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં શુક્રવારે ફરી એકવાર તેજી જોવા મળી છે. ગુરુવારે કિંમતમાં ઘટાડો આવ્યા બાદ સોનાની ચમક પરત ફરી છે. શુક્રવારે સોનુ 170 રૂપિયાના વધારા સાથે 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. સોનાની સાથે જ ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદી 600 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. પાછલા બે દિવસમાં ચાંદીની કિંમતમાં 1125 રૂપિયાની તેજી જોવા મળી છે. શુક્રવારે ચાંદી 600 રૂપિયા મોંઘી થઈ 39250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે.

સોનામાં વધારો
શુ્ક્રવારે દિલ્હીના સોની બજારમાં સોનાની કિંમત 170 રૂપિયા વધીને 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોનાની માંગ વધવાથી અને સારા વૈશ્વિક સંકેતોથી સોનાની કિંમતમાં વૃદ્ધિ જોવા મળી છે. દિલ્હીની સોના બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે જ્યારે 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 8 ગ્રામવાળી સોનાની કિંમતમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે અને 25200 રૂપિયા પર પહોંચી ગઈ છે.
2 દિવસમાં ચાંદીમાં 1125 રૂપિયાની તેજી
ચાંદીની વાત કરીએ તો શુક્રવારે ચાંદીનો ભાવ 600 રૂપિયાના વધારા સાથે 39250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. સ્થાનિક જ્વેલર્સ તરફથી માંગ વધતા મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સોની બજારમાં તેજી જોવા મળી છે. સાપ્તાહિક ડિલિવરી વાળા ચાંદીના ભાવ 1448 રૂપિયાના વધારા સાથે 38651 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે ચાંદીના સિક્કામાં પણ 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો- બિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગી












Click it and Unblock the Notifications
