For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate Weekly Update: 10,000 રૂપિયા સસ્તું સોનું, વર્ષના અંત સુધીમાં બનશે રેકોર્ડ

ખરીદદારો માટે સારી તક છે. દુર્ગા પૂજા, દિવાળી પહેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જ્યાં સોનું ગયા વર્ષે ઓગસ્ટમાં રૂપિયા 56,264 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે સોનું હવે 10,000 રૂપિયાથી વધુ સસ્તું થઈ ગયું છે.

|
Google Oneindia Gujarati News

Gold Rate Weekly Update : ખરીદદારો માટે સારી તક છે. દુર્ગા પૂજા, દિવાળી પહેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જ્યાં સોનું ગયા વર્ષે ઓગસ્ટમાં રૂપિયા 56,264 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે સોનું હવે 10,000 રૂપિયાથી વધુ સસ્તું થઈ ગયું છે અને 46 હજારના આંકડા સુધી પહોંચી ગયું છે. જો કે, સોનામાં રોકાણ કરનારાઓએ ગભરાવાની જરૂર નથી. ટૂંક સમયમાં સોનાની કિંમત તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચી જશે. વર્ષના અંતમાં સોનું 60 હજારનો આંકડો પાર કરશે.

Gold Rate Weekly Update

આ અઠવાડિયમાં સોનાની કિંમત પર એક નજર

27 ડિસેમ્બર - અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 46,170 રૂપિયા પર બંધ થયો હતો

28 સપ્ટેમ્બર - સોનાનો ભાવ વધીને 45,957 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

29 સપ્ટેમ્બર - સોનાનો ભાવ વધીને 46,238 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

30 સપ્ટેમ્બર - સોનાનો ભાવ વધીને 45,851 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

1 ઓક્ટોબર - સોનાનો ભાવ વધીને 46,434 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

Gold Rate Weekly Update

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ

જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. સોનું 1,752 ડોલર પ્રતિ ઔંસને આંબી ગયું છે. જ્યારે ચાંદીનો ભાવ 22.16 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

સોનું 133 રૂપિયા ઘટીને 46,388 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદીનો ભાવ 59,690 રૂપિયા પ્રતિ કિલો

બીજી તરફ જો આપણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનાની કિંમત જોઈએ તો સોનું 133 રૂપિયા ઘટીને 46,388 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. જ્યારે હાજર ભાવમાં ચાંદીનો ભાવ 59,690 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

Gold Rate Weekly Update

વર્ષના અંત સુધીમાં સોનું ચમકશે

બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભલે સોનાના ભાવમાં હવે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં સોનાની કિંમત ચમકશે. બજારના જાણકારોના મતે સોનું લાંબા ગાળે સારું વળતર આપશે.

બજારના જાણકારોના મત અનુસાર હાલ સોનું કિંમતમાં કદાચ હવે સસ્તું થઈ રહ્યું હોય, પરંતુ વર્ષના અંત સુધીમાં સોનું ફરી ચમકશે. વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 1950 થી 2000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ભારતીય બજારમાં સોનાની કિંમત 58 હજારથી 60 હજાર રૂપિયાના આંકડાની નજીક પહોંચી શકે છે.

English summary
Good opportunity for buyers. Durga Puja, Gold prices have come down sharply before Diwali. Gold touched a high of Rs 56,264 in August last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X