For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનુ ખરીદવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, દિવાળી પહેલા ધડામ થયુ સોનુ, જાણો આજના ભાવ

દિવાળી આવી રહી છે. સોના - ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોઇ રહ્યો છે. સોનુ ખરીદવા ઇચ્છતા લોકો સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો લાભ લઇ શકે છે. જે લોકો દિવાળીના તહેવારોમાં સોનુ ચાંદી ખરીદવા ઇચ્છતા હોય તેમના માટે આ આ સુવર્ણ તક સમાન

|
Google Oneindia Gujarati News

દિવાળી આવી રહી છે. સોના - ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોઇ રહ્યો છે. સોનુ ખરીદવા ઇચ્છતા લોકો સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો લાભ લઇ શકે છે. જે લોકો દિવાળીના તહેવારોમાં સોનુ ચાંદી ખરીદવા ઇચ્છતા હોય તેમના માટે આ આ સુવર્ણ તક સમાન છે. જાણો પહેલા કરતા કેટલો થશે ફાયદો.

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે, જેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. શેરબજાર અને રૂપિયામાં આવેલા ઘટાડાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 10 ઓક્ટોબરે સોનાની કિંમત 448 રૂપિયા ઘટીને 51317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો થયો છે.

કેટલુ સસ્તુ થયુ સોનુ

કેટલુ સસ્તુ થયુ સોનુ

જો તમે સોનાની કિંમતને તેની સૌથી વધુ કિંમત સાથે સરખાવો તો સોનું હજુ પણ લગભગ રૂ. 5000 જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56264 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. તે જ સમયે ચાંદી 760064 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. આ કિંમતની સરખામણી કરીએ તો સોનાની સાથે ચાંદી પણ લગભગ 17 હજાર સસ્તી વેચાઈ રહી છે.

24 કેરેટથી 18 કેરેટ સુધીના સોનાની કિંમત

24 કેરેટથી 18 કેરેટ સુધીના સોનાની કિંમત

  • 24 કેરેટ સોનાની કિંમત 51317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • 23 કેરેટ સોનાની કિંમત 51112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • 22 કેરેટ સોનાની કિંમત 47006 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • 18 કેરેટ સોનાની કિંમત 38488 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

English summary
Gold rush before Diwali, know today's prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X