Jio યુઝર પાસે કરોડપતિ બનવાની તક, ઘરે બેસીને કરવું પડશે આ કામ, જાણો શું છે સ્કીમ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    જો તમે Jio યુઝર છો તો તમારી પાસે કરોડપતિ બનવાની તક છે. તમે ઘરે બેઠા બેઠા Jio નંબરની મદદથી લાખોનું ઇનામ જીતી શકો છો. એટલું જ નહીં તમે ટીવી પર આવવાની તક પણ મેળવી શકો છો. હકીકતમાં સોની પર પ્રસારિત થનારુ કૌન બનેગા કરોડપતિ (KBC) ની દસમી સિઝન આજથી શરુ થઇ રહી છે. આ સિઝનમાં Jio યુઝર માટે ઇનામ જીતવાની ખાસ તક છે. Jio યુઝર ઘરે બેઠા બેઠા ઇનામ જીતી શકે છે. જો તમે પણ Jio ના કસ્ટમર છો તો તમે વાંચો કે કેવી રીતે ઘરે બેઠા બેઠા લાખોનું ઇનામ જીતી શકો છો.

    Jio યૂજર્સ માટે સારા સમાચાર

    Jio યૂજર્સ માટે સારા સમાચાર

    Jio યૂજર્સને આજથી ઇનામ જીતવાની તક મળી રહી છે. આજથી કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન શરૂ થઈ છે. આ શો દ્વારા, Jio યૂજર્સ ઘરે બેઠા બેઠા ઇનામ મેળવી શકે છે. Jio યૂજર્સ Jio કેબીસી પે એલૉગ દ્વારા ઇનામ જીતી શકે છે. ગયા સીઝનની જેમ KBC કાર્યક્રમ દરમિયાન મોબાઇલ ફોનમાં Jiochat એપ્લિકેશન મારફતે પ્રશ્નોના જવાબ આપીને ન માત્ર ઈનામ જીતવા માટે તક મળે છે, પરંતુ તમે હૉટ સીટ સુધી પહોંચી શકો છો અને પ્રશ્નોના જવાબ આપી કરોડપતિ બની શકો છો.

    કેવી રીતે જીતી શકો છો ઇનામ

    કેવી રીતે જીતી શકો છો ઇનામ

    Jio મારફતે કૌન બનેગા કરોડપતિ રમવા માટે તમારે તમારા મોબાઇલમાં Jiochat App ડાઉનલોડ કરવું પડશે. તે પછી નામ, જન્મ તારીખ અને ફોટો આપીને રજીસ્ટ્રેશન કરવું પડશે. આ કર્યા પછી જ તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. જેના પછી સાચો જવાબ આપવાવાળા ગ્રાહકોને પોઇન્ટ આપવામાં આવશે અને એ પોઇન્ટના આધાર પર જ હૉટ સીટ માટે બોલવામાં આવશે. તમને જણાવીએ કે Jio જેકપોટ પ્રશ્ન એક સાથે 30 લાખ યૂજર્સ ઘરે બેઠા રમી શકે છે.

    Jio ઉપરાંત આ લોકો પાસે પણ તક

    Jio ઉપરાંત આ લોકો પાસે પણ તક

    એવું નથી કે કેબીસીમાં ઇનામ જીતવાની તક માત્ર Jio યૂજર્સ પાસે જ છે. માત્ર Jio KBC Play Along ઑફર માત્ર Jioના ગ્રાહકો માટે જ છે. SMS, કોલ, KBC મોબાઇલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા IVR સિસ્ટમ અને સોની લાઇવ એપની મદદથી શો દરમિયાન લાઈવ રમીને અન્ય મોબાઇલ ફોન યૂજર્સ ઇનામ જીતી શકે છે.

    English summary
    Good News For Jio Users:Play KBC kaun banega Crorepati Play along with Jackpot Question at JIO Chat and win prize.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more