For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: દિવાળી પહેલા આ 17 બેંકોના ખાતાધારકોને મળશે 5-5 લાખ રુપિયા, જાણો શું છે કારણ?

આ બેંકોના ખાતાધારકોને હવે 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ દિવાળી પહેલા તેમના ખાતામાં આવી જશે. જાણો કઈ બેંક...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા તાજેતરના ભૂતકાળમાં ઘણી સહકારી બેંકોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આ યાદીમાં 17 સહકારી બેંકોના નામ સામેલ છે. રિઝર્વ બેંક ઑ ઈન્ડિયાએ જુલાઈ મહિનામાં આ 17 બેંકોના થાપણદારો પર ઉપાડ સહિત ઘણા નિયંત્રણો લાદી દીધા હતા પરંતુ હવે લાંબા સમય બાદ આ સહકારી બેંકોના ખાતાધારકો માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. આ બેંકોના ખાતાધારકોને હવે 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ દિવાળી પહેલા તેમના ખાતામાં આવી જશે.

ખાતાધારકોને મળશે 5-5 લાખ

ખાતાધારકોને મળશે 5-5 લાખ

જો તમારા પૈસા આ 17 સહકારી બેંકોમાં હોય તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે DICGC તમને 5 લાખ રૂપિયા આપશે. ઓક્ટોબરમાં આ રકમ 17 સહકારી બેંકોના ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. આ યાદીમાં મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 4, કર્ણાટકની 2, નવી દિલ્લી, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 1 બેંકનો સમાવેશ થાય છે.

કઈ કઈ બેંક

કઈ કઈ બેંક

આરબીઆઈએ બેંકોની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પર નિયંત્રણો લાદ્યા હતા. આ યાદીમાં સહકારી બેંક, સાંગલી સહકારી બેંક, રાયગઢ સહકારી બેંક, નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક, સાંઈબાબા જનતા સહકારી બેંક, અંજનગાંવ સુરજી નગરી સહકારી બેંક, જયપ્રકાશ નારાયણ નગરી સહકારી બેંક અને કરમાલા અર્બન કો-ઑપરેટિવ બેંકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની અર્બન કો-ઑપરેટિવ બેંક, અર્બન કો-ઑપરેટિવ બેંક (સીતાપુર), નેશનલ અર્બન કો-ઑપરેટિવ બેંક (બહરીચ) અને યુનાઇટેડ ઇન્ડિયા કંપની કો-ઑપરેટિવ બેંક (નગીના)નો સમાવેશ થાય છે.

17 બેંકોના નામ શામેલ

17 બેંકોના નામ શામેલ

આ યાદીમાં કર્ણાટક શ્રી મલ્લિકાર્જુન પટ્ટાના સહકારી બેંક નિયમિતા અને શ્રી શારદા મહિલા સહકારી બેંક ઉપરાંત નવી દિલ્લીમાં રામગઢિયા કો-ઑપરેટિવ બેંક, પશ્ચિમ બંગાળની સુરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઑપરેટિવ બેંક તેમજ આંધ્રની દુર્ગા કો-ઑપરેટિવ અર્બન બેંકનો સમાવેશ થાય છે. પ્રદેશનો સમાવેશ થાય છે.

શું કહે છે નિયમ

શું કહે છે નિયમ

બેંક ખાતાધારકોના હિતનુ રક્ષણ કરવા માટે DICGC તેમને વીમા કવચ પૂરુ પાડે છે. તમને જણાવી દઈએ કે DICGC એ RBIની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે બેંકમાં જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીનુ વીમા કવચ પ્રદાન કરે છે. DICGC નાના ગ્રાહકોને બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે. આ વીમા કવચ તમામ કૉમર્શિયલ બેંકોને લાગુ પડે છે. તમામ સ્થાનિક ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી બેંકો આ વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવે છે. DICGC ખાતાધારકોને ખાતરી આપે છે કે જો તમારી બેંક બંધ થઈ જશે તો પણ ખાતાધારકોને 5 લાખ રૂપિયાની રકમ ચોક્કસપણે મળશે. એટલે કે બેંકમાં તમારી જમા રકમમાંથી ઓછામાં ઓછા 5 લાખ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

English summary
Good News: These 17 Bank Customers get Rs 5 lakh, DICGC to make payments to 17 co-op banks account holders in October
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X