ગુડ ન્યૂઝઃ આ દિવાળીએ ફ્રીમાં મળશે સોનાનો સિક્કો, જાણો બંપર ઓફર્સ વિશે
આ દિવાળી તમારા માટે સોનુ ખરીદવુ વધુ સરળ બનવાનુ છે કારણકે તમને ફ્રીમાં સોનાનો સિક્કો મેળવવાનો મોકો મળ્યો છે.
દિવાળી-ધનતેરસના તહેવાર નિમિત્તે લોકો ઘણુ સોનુ ખરીદતા હોય છે. દિવાળી પર સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. આ દિવાળી તમારા માટે સોનુ ખરીદવુ વધુ સરળ બનવાનુ છે કારણકે તમને ફ્રીમાં સોનાનો સિક્કો મેળવવાનો મોકો મળ્યો છે. હા, ફેસ્ટીવ સિઝનમાં તમે ફ્રીમાં સોનાના સિક્કા મેળવી શકો છો. બ્રાંડેડ જ્વેલરી કંપનીઓએ ફેસ્ટીવ સિઝનને જોતા એકથી એક ચડિયાતી ઓફર આપી છે.

ફેસ્ટિવ સિઝનમાં સોના પર ઑફર
ધનતેરસ અને દિવાળીના તહેવાર પર સોનાની માંગ વધી જાય છે. એવામાં જ્વેલરી કંપનીઓ આનો પૂરતો લાભ લેવામાં લાગી ગઈ છે. કંપનીઓ તરફથી ભારે ડિસ્કાઉન્ટ અને ફ્રી ઑફર્સ કાઢવામાં આવી છે. એક નજર આ કંપનીઓની ઑફર પર નાખીએ. જ્વેલરી કંપની તનિષ્કે આ દિવાળી પર મેકિંગ ચાર્જ પર 25 ટકાની છૂટ આપી છે. જો કે તનિષ્કની આ ઑફર અલગ અલગ સ્ટોર્સ પર અલગ અલગ છે. આ ઉપરાંત કંપનીએ એક કોન્ટેસ્ટ પણ આયોજિત કરી છે જેમાં જીતનાર વિજેતાઓને મફતમાં ઘરેણા આપવામાં આવશે.

3 લાખ સોનાના સિક્કા
તનિષ્ક ઉપરાંત કલ્યાણ જ્વેલર્સે પણ ગ્રાહકો માટે શાનદાર ઑફર કાઢી છે. આ ઑફર હેઠળ તમને મેકિંગ ચાર્જ અને અન્ય છૂટ આપવામાં આવશે. વળી, કંપનીની સાપ્તાહિક ડ્રોના માધ્યમથી ગ્રાહકોને 3 લાખ સોનાના સિક્કા વહેંચવામાં આવશે. એટલુ જ નહિ કલ્યાણ જ્વેલર્સે ગ્રાહકોને વધુ છૂટ આપવા માટે બેંકો સાથે પણ સમજૂતી કરી છે. કલ્યાણ અને તનિષ્ક ઉપરાંત માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે પોતાના ગ્રાહકો માટે ખાસ સ્કીમ કાઢી છે. આ ઑફર હેઠળ જો કોઈ ગ્રાહક 15,000 રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાની ખરીદી કરે તો તેને સોનાના સિક્કા આપવામાં આવશે.

આર્થિક મંદીની અસર
ફેસ્ટીવ સિઝન હોવા છતાં સોનાની ખરીદી પ્રભાવિત થઈ રહી છે. આર્થિક મંદીની અશર સોનાની સેલ પર પડી રહી છે. આભૂષણ ઉદ્યોગે અમુક મહિનામાં મંદી જોઈ છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે ધનતેરસ-દિવાળીના તહેવારે વેચાણ વધશે. વળી, ટ્રેડ વૉર માટે અનિશ્ચિતતા, રિઝર્વ બેંક દ્વારા નીતિગત વ્યાજદરોમાં ઘટાડાના કારણે સોનામાં રોકાણ વધ્યુ જેની અસર તેની કિંમત પર પડી છે. આ વર્ષે સોનાનો ભાવ ગયા 6 વર્ષના મહત્તમ સ્તરે પહોંચી ચૂક્યો હતો. સોનાની કિંમતના કારણે લોકો જ્વેલરી ખરીદવા ખચકાઈ રહ્યા છે પરંતુ જ્વેલરી કંપનીઓની આકર્ષક ઑફર દ્વારા લોકોને સોનુ ખરીદવા માટે પ્રેરિત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
