ગૂગલ પાસવર્ડને બદલે 'ફિઝિકલ કી'ની સુવિધા આપશે

google-physical-key
વૉશિંગ્ટન, 4 સપ્ટેમ્બર : કોમ્પ્યુટર ખુબ ઉપયોગી છે. તેમાં તમારો પર્સનલ ડેટા અન્ય કોઇ વ્યક્તિ જોઇ ના શકે તે માટે પાસવર્ડની સુવિધા આપવામાં આવે છે. જો કે ઘણી બધી વસ્તુઓના અનેક પાસવર્ડ ક્યારેક કંટાળાજનક બને છે. અનેકાવાર એવું પણ બને છે કે પાસવર્ડ ભૂલી જવાને કારણે તમે તમારો ડેટા ઉપયોગમાં લઇ શકતા નથી.

પાસવર્ડને યાદ રાખવાની મગજમારીના ઉકેલ રૂપે કમ્‍પ્‍યુટર ચાલુ કરવા માટે ફિન્‍ગરપ્રિન્‍ટનો ઉપયોગ પણ શરૂ થયો છે, પણ બાકીના એકાઉન્‍ટમાં પાસવર્ડની હેરાનગતિનો સામનો કરવો પડતો હોય જ છે.

હવે સર્ચ એન્જિન જાયન્‍ટ ગુગલ દ્વારા હવે એવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે જેમાં પાસવર્ડનો ક્‍યારેય ઉપયોગ જ કરવો નહીં પડે. શરૂઆતના પ્રયોગોમાં અત્‍યારે યુએસબી કી, જવેલરી અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોગ-ઇન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ નવી સિસ્ટમને હાલ 'ફિઝીકલ કી' તરીકે ઓળખવામાં આવી રહી છે. તેના ઉપયોગથી જ વ્‍યક્‍તિ એકાઉન્‍ટનો ઉપયોગ કરી શકશે. કંપનીના બે સિક્‍યોરિટી એક્‍સ્‍પર્ટની એક ટીમ થોડા દિવસમાં તેમના સંશોધનો અને પરિણામ રજૂ કરશે. આ બે સંશોધકોમાંથી એક ભારતીય છે. કંપનીના સુરક્ષા વિભાગના ઉપ-પ્રમુખ એરિક ગ્રોસ અને એન્‍જિનિયર મયંક ઉપાધ્‍યાય આ 'ફિઝીકલ કી' વિશે જાણકારી આપશે.

કોઈ પણ ચીજવસ્‍તુમાં એક સ્‍માર્ટ ચિપને ઉમેરી એનો ઉપયોગ પાસવર્ડના આ નવા પ્રકાર તરીકે કરી શકાશે. આ બન્નેએ તેમના સંશોધનને સમજાવતા પેપર્સમાં લખ્‍યું હતું કે, પાસવર્ડથી એકાઉન્‍ટ ઉપયોગ કરનારા સલામત નથી એમ અમે પણ માનીએ છીએ. અમારી ઇચ્‍છા છે કે તમે સ્‍માર્ટ ફોન કે સ્‍માર્ટ કાર્ડ ધરાવતી વીંટીને કમ્‍પ્‍યુટર પર હળવા હાથે ટપારતા લોગ-ઇન કરી શકાય.

જયારે તમારો ફોન સ્‍વિચ-ઓફ થઈ ગયો હોય ત્‍યારે પણ એનો પાસવર્ડ તરીકે તો ઉપયોગ થઈ જ શકે. વધુ એક વિકલ્‍પ યુબીકી નામની નાનકડી યુએસબી-કીનો ઉપયોગ છે. જયારે કમ્‍પ્‍યુટરના યુએસબી પોર્ટમાં આ કી લગાવવામાં આવે એટલે ગુગલના તમામ એકાઉન્‍ટમાં લોગ-ઇન કરી શકાશે. જોકે સૌથી મોટી મુશ્‍કેલી એ જ થાય કે વીંટી કે મોબાઇલનો ઉપયોગ તો કોઈ પણ કરી શકે અને જો ચોરી કે ગૂમ થાય તો આ ‘ફિઝીકલ કી' સાવ નકામી થઈ જાય.

ગુગલ સાથે સંકળાયેલા લોકો આ સમસ્‍યાના સમાધાન માટેના વિકલ્‍પો પર કામ કરી રહી છે અને આશા રાખે છે કે અમુક વેબસાઇટના ઉપયોગથી તેઓ ઉપયોગ કરનારાને અનુરૂપ સુવિધા ઊભી કરી શકશે. આ સુવિધા ખરેખર લાભકારક બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X