For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી બેંકો નવી 8000 શાખાઓ ખોલશે

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 4 જુલાઇ : નાણાં મંત્રી પી ચિદમ્‍બરમે જણાવ્યું છે કે સરકારી બેંકો માર્ચ 2014માં પૂરા થઈ રહેલા વર્તમાન નાણાંકીય વર્ષમાં નવી 8000 બેંક શાખાઓ ખોલવાની યોજના ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે જુદી જુદી સામાજીક કલ્‍યાણ યોજનાઓ હેઠળ લોકોના બેંક ખાતાઓમાં ભારત સરકાર હવે સીધી રીતે રોકડ રકમ જમા કરવા ઇચ્‍છુક છે. આવી સ્‍થિતિમાં આગામી થોડાક વર્ષોમાં જન કલ્‍યાણની યોજનાઓ માટે બેંક ખાતોઓ ખૂબજ મહત્‍વપૂર્ણ રહેશે. આના માટે બેંકિંગ ખાતાઓને મજબુત કરવામાં આવશે.

હાલમાં 40 ટકા જેટલી વસ્‍તી બેંકિંગ વ્‍યવસ્‍થા સાથે જોડાયેલી નથી. દેશની 1.2 અબજ જેટલી વસ્‍તી પૈકી 40 ટકા વસ્‍તી બેંકિંગ વ્‍યવસ્‍થા હેઠળ આવરી લેવામાં આવી નથી. આવી સ્‍થિતિમાં વધુ બેંક ખાતાઓ ખોલવાથી ગ્રામીણ વિસ્‍તારમાં ભારતીયોને બેંકિંગ વ્‍યવસ્‍થા હેઠળ આવરી લેવામાં આવશે.

થાપણદારોમાં વધારો થવાથી બેંકોને તેમના બિઝનેસને ફેલાવવા અને કોર્પોરેટ સેક્‍ટરને ધિરાણ આપવામાં મદદરૂપ થશે. ચિદમ્‍બરમના આ નિવેદનને ખુબ જ હકારાત્‍મક ગણવામાં આવ્યું છે. હાલમાં બેંકો વચ્‍ચે ગ્રાહકોને આકર્ષવા કરવા માટે તીવ્ર સ્‍પર્ધા ચાલી રહી છે આવી સ્‍થિતિમાં ચિદમ્‍બરમના નિવેદને વધુ ચર્ચા જગાવી છે.

English summary
Government Banks will open new 8 thousand branches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X