આનંદો: ફક્ત 1,500 રૂપિયામાં આકાશ ટેબલેટ !

દરેક વિદ્યાર્થીઓ પાસે એક આકાશ ટેબલેટ હોવું જરૂરી છે જેના માધ્યમથી તે દુનિયાને જોઇ શકે. હાલમાં સરકાર ડેટાવિંડથી 2,263 રૂપિયા પ્રતિ ટેબલેટના ભાવે આકાશ ટેબલેટ ખરીદે છે. સરકાર તેને 1,130 રૂપિયાના નજીવા ભાવે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી શકે.
કપિલ સિબ્બલે કહ્યું હતું કે તાજેતરમાં દિલ્હીમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની અને મે રજતને બોલાવ્યા અને તેમને કહ્યું કે હું આપણા દેશમાં છોકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે એક ટેકનોલોજીથી સમાધાન ઇચ્છું છું. હું એક કાંડા ઘડિયાળ ઇચ્છું છું જે વિડિયોગ્રાફી તૈયાર કરી શકે, જે એલાર્મ સેટ કરે. આવો આપણે એક જીજીએસ સિસ્ટમ લગાવીએ અને તેને 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં પોતાના નાગરિકોને પુરી પાડી શકીએ.












Click it and Unblock the Notifications
