સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 20 હજાર કરોડનુ રાહત પેકેજ આપી શકે છે સરકાર
કેન્દ્ર સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 20 હજાર કરોડનુ રાહત પેકેજ આપી શકે છે.
કેન્દ્ર સરકાર કોરોના વાયરસ મહામારીના કારણે આપવામાં આવેલ લૉકડાઉનથી બહાર નીકળવા માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો(એમએસએમઈ)ની આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવામાં મદદ માટે 20,000 કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી શકે છે જેને બે અલગ અલગ ફંડોમાં વિભાજિત કરવામાં આવશે.

વાસ્તવમાં કોવિડ-19 લૉકડાઉનના કારણે સંકટનો સામનો કરી રહેલા એમએસએમઈની મદદ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં નાણા સમિતિ (EFC) એ MSMEને લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવાના બે પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. જો કેન્દ્રીય મંત્રીમંડળની આગામી બેઠકમાં બધુ બરાબર રહ્યુ તો આ પ્રસ્તાવને લીલી ઝંડી મળી જશે.
સરકારી સૂત્રોએ જણાવ્યુ કે નિતિન ગડકરીના નેતૃત્વવાળા MSME મંત્રાલયે બે ફંડો - ડિસ્ટ્રેસ્ડ એસેટ ફંડ અને ફંડ ઑફ ફંડ્ઝ હેઠળ નવા પ્રસ્તાવોને આગળ વધારવાની યોજના બનાવી છે અને જ્યારે કેબિનેટ પ્રસ્તાવને મંજૂરી આપશે તો બંનેને 10,000 કરોડ રૂપિયા મળશે. વર્તમાનમાં બેંક સંકટગ્રસ્ત વ્યવસાયોને ઈક્વિટી પ્રદાન કરવા માટે તૈયાર નથી જેમને સ્વિફ્ટ ઈક્વિટી ઈન્ફ્યુઝનની જરૂર છે.












Click it and Unblock the Notifications
