RILને સરકારે 57.80 મિલિયન ડોલરનો અધિક દંડ ફટકાર્યો
મુંબઇ, 14 જુલાઇ : દેશના પૂર્વીય સમુદ્ર કિનારા નજીક આવેલા KG-D6 બ્લોકમાંથી ટાર્ગેટ કરતા ઓછા પ્રમાણમાં કુદરતી ગેસનું ઉત્પાદન કરવા બદલ કેન્દ્ર સરકારે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 57 કરોડ 80 લાખ ડોલરની અધિક દંડ ફટકારવાની વિચારણા કરી છે.
આ પેનલ્ટી વર્ષ 2013-14માં નક્કી કરાયેલા ટાર્ગેટ કરતા ઓછું ગેસ ઉત્પાદન કરવા બદલ ફટકારવામાં આવશે. આ સાથે કંપનીએ ચૂકવવી પડનારી પેનલ્ટીનો કુલ આંક વધીને 2,375 અબજ ડોલર થયો છે.

સરકાર આ પહેલા આરઆઈએલને વર્ષ 2011-12માં પણ ઉત્પાદન ઓછું થવા બદલ વસુલ કરાનાર ખર્ચ પેટે 1797 અબજ ડોલરની પેનલ્ટી ફટકારી ચૂકી છે.












Click it and Unblock the Notifications
