• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્રની 12 FDI દરખાસ્તોને મંજૂરી : અમદાવાદની ક્લેરિસને ફાયદો

|
fdi
નવી દિલ્હી, 22 માર્ચ : આજે કેન્દ્ર સરકારે જણાવ્યું કે તેણે ફાર્મા કંપની ક્લેરિસ ઓટ્સુકા સહિત કુલ 12 એફડીઆઇ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ દરખાસ્તો રૂપિયા 2609 કરોડ રૂપિયાની છે. આર્થિક બાબતોના સચિવ અરવિંદ માયારામના વડપણમાં રચવામાં આવેલા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)એ ડેક્થલોન સ્પોર્ટ્સ ઇન્ડિયાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. તેમાં સિંગલ બ્રાન્ટ રિટેલમાં રૂપિયા 700 કરોડનું રોકાણ આવશે.

આ અંગે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે એફઆઇપીબીના સૂચનો અનુસાર13 ફેબ્રુઆરીના રોજ બેઠક મળી હતી. જેમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની રૂપિયા 2609.27 કરોડની 12 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

સૌથી મોટી એફડીઆઇ દરખાસ્ત જેને મંજૂરી મળી છે તેમાં અમદાવાદ સ્થિત ફાર્મા કંપનીક્લેરિસ ઓત્સુકા લિમિટેડની છે. તેઓ સાથે મળીને રૂપિયા 1050 કરોડનું જોઇન્ટ વેન્ચર શરૂ કરવાના છે. આ ઉપરાંત બોર્ડે મુંબઇ સ્થિત ગ્લેનવેડ પાઇપ સિસ્ટમની રૂપિયા 800 કરોડની એફડીઆઇ દરખાસ્તને પણ મંજૂરી આપી છે.

બોર્ડે 9 દરખાસ્તોનો અસ્વીકારકરીને અને અેક દરખાસ્તને નકારી હતી. જે એક દરખાસ્ત નકારવામાં આવી તેમાં મુંબઇ સ્થિત એરિકા હેલ્થકેરની ફોરેન ઇક્વિટી વધારવાની દરખાસ્તને બોર્ડે નકારી છે.

English summary
Govt approves 12 FDI proposals over 2600 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more