આનંદો: હવે 9 ગેસ સિલિન્ડર મળશે, ડીઝલમાં સબસીડી દૂર કરાઇ

petrol-pump
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: કેન્દ્ર સરકારે ગુરૂવારે રાંઘણ ગેસના વપરાશકર્તાઓને મોટી રાહત આપી છે. કેબિનેટની યોજાયેલી આજની બેઠકમાં સબસિડીવાળા રાંઘણગેસને 6 થી વધારીને 9 કરી દિધા છે. હવે પહેલાંની તુલનામાં સબસિડીવાળા વધુ ત્રણ ગેસ સિલિન્ડર મળશે, તો બીજી તરફ સબસિડી દૂર કરવામાં આવી છે.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે સબસિડીવાળા સિલિન્ડરનોની સંખ્યા 6 થી વધારીને 9 કરી દિધી છે. ડીઝલ પરથી સબસિડી દુર કરવામાં આવી છે અને કેરોસીનના ભાવમાં કોઇ ફેરફાર નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિલિન્ડરની સંખ્યા વધારી દેતાં સામાન્ય પ્રજાને 1471 રૂપિયાનો ફાયદો છે. સબસિડીવાળા સિલિન્ડર પર અત્યારે પણ સરકારે 490.50 રૂપિયા સબસિડી આપવી પડશે. સરકાર પાસે સબસિડીવાળા સિલિન્ડરને વધારીને 12 કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ ડીઝલ અને કેરોસીનના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડીઝલ પર સબસિડી દૂર કરવાના નિર્ણય તેની કિંમત વધારવાનો નિર્ણય કંપનીઓ કરશે. આ નિર્ણય બાદ તે સ્પષ્ટ થઇ ગયું છે કે જો કે હાલમાં ડીઝલના ભાવમાં વધારો કરવામાં નહી આવે. પરંતુ હવે સંભાવનાઓ વધી રહી છે કે પેટ્રોલિયમ પેદાશોના ભાવનું નિયંત્રણ કંપનીઓના હાથમાં ગયા બાદ આગામી સમયમાં ડીઝલના ભાવમાં વધારો નક્કી છે. આમપણ સરકારને ડીઝલની વસ્તુઓમાં વધારે સબસિડી આપવી પડે છે.

સરકારે પહેલાં પણ આ આશયનો સંકેત આપ્યો હતો, પરંતુ ચુંટણી પંચે સરકારના આ નિર્ણયને લાગૂ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચુંટણી પહેલાં સરકારે આ અંગે નિર્ણયને લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X